Horoscope And Special Yoga For Richness And Money
આવા લોકોના નસીબમાં ખૂબ જ ધન-સંપત્તિ હોય છે! તમે છો એમાં ?
આજે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેની પાસે પોતાનું ઘર, બંગલો કે જમીન-જાયદાદ હોય. પરંતુ અનેક લોકો એવા હોય છે જે ખૂબ જ મહેનત કરવા છતાં પણ ઘર બનાવી શકતા નથી. જ્યારે કેટલાક લોકો થોડો જ પ્રયત્ન કરે છે તેમ છતાં તેઓ પોતાનું ઘર, બંગલો, જમીન, સંપત્તિ વગેરે મળી જાય છે. જ્યોતિષની સહાયતાથી તમે જાણી શકો છો કે તમારી કિસ્મતમાં ઘર, બંગલો કે પ્રોપર્ટીનો યોગ છે કે નહીં ?
કેવી રીતે બને છે એવો યોગઃ-
જન્મ કુંડળીના ચોથા ભાવમાં જે રાશિ હોય તેનો સ્વામી અર્થાત્(ચતુર્થેશ) કોઈ શુભ ગ્રહ અર્થાત્ ગુરુ, ચંદ્ર કે શુક્રની સાથે કુંડળીના પહેલા ભાવમાં હોય તો એવા વ્યક્તિએ પોતાની મહેનતથી મકાન પ્રાપ્ત થાય છે.
-જન્મ કુંડળીમાં ચોથા ભાવમાં સ્થિત રાશિનો સ્વામી અને કુંડળીનો પહેલા ભાવમાં સ્થિત રાશિનો સ્વામી ગ્રહ, બંને ચોથા ભાવમાં હોય તો એવા વ્યક્તિ અચાનક ખૂબ જ મોટી જમીનનો માલિક બની જાય છે.
-જન્મ કુંડળીમાં ચોથા ભાવમાં સ્થિત રાશિ અર્થાત્ જે નંબર લખ્યો હોય તે રાશિનો સ્વામી ગ્રહ કુંડળીના ચોથા ભાવ, સાતમા ભાવ કે દસમા ભાવમાં હોય તો એવા વ્યક્તિ પાસે ખૂબ જ પ્રોપર્ટી હોય છે.
જન્મ કુંડળીના ત્રીજા ઘરમાં સ્થિત રાશિનો સ્વામી કે મંગળ ચોથા ભાવમાં સ્થિત રાશિનો સ્વામીની સાથે હોય તો એવા વ્યક્તિના ભાઈ પાસેથી મોટી પ્રોપર્ટી કે બંગલો પ્રાપ્ત થાય છે.
-જન્મ કુંડળીમાં શુક્ર ચોથા ભાવમાં હોય અને ચોથા ભાવમાં સ્થિત રાશિનો સ્વામી સાતમા ભાવમાં સ્થિત હોય, સાથે જ જો બંને ગ્રહો મિત્રો હોય એવા જાતકને પોતાની સ્ત્રી દ્વારા પ્રોપર્ટી પ્રાપ્ત થાય છે.
જન્મ કુંડળીના ચોથા ભાવમાં રાશિનો સ્વામી અને દસમા ભાવમાં સ્થિત રાશિનો સ્વામી ગ્રહ, શનિ, મંગળની સાથે હોય તો એવી વ્યક્તિની પાસે અનેક બંગલો હોય છે.
-કુંડળીના પહેલા અને સાતમા ભાવમાં સ્થિત રાશિનો સ્વામી પહેલા(લગ્ન) ભાવમાં હોય અને ચોથા ભાવને ચંદ્ર, ગુરુ કે શુક્રમાંથી કોઈ ગ્રહ જોઈ રહ્યો હોય તો એવા વ્યક્તિને કોઈપણ પ્રયત્ન વગર જ જમીન-સંપત્તિ મળી જાય છે.