Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

21 Yellow Colored Rice Measure Solve Your Money Problems

ધનની સમસ્યા દૂર કરવા, એકવાર કરો ચોખાના 21 દાણાનો ચમત્કારી ઉપાય

ધન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે કોઇપણ શુભ મુહૂર્તમાં અહીં જણાવેલ ચોખાનો આ એક ઉપાય કરી શકાય છે. શુભ મુહૂર્ત જેમ કે, શિવરાત્રિ, હોળી, દીવાળી, પૂનમ, એકાદશી વગેરે. આ ઉપાયમાં ચોખાના 21 દાણાનો ઉપયોગ કરવામાં આવે છે જેની વિધિ આ પ્રમાણે છે.

આ છે ઉપાયની વિધિઃ-

જે દિવસે આ ઉપાય કરવો છે, તે દિવસે સવારે જલ્દી ઉઠવું. નિત્ય કાર્યોથી મુક્ત થઇ જવું. ત્યાર પછી લાલ રંગનું કોઇ રેશમી કપડું લેવું. હવે તે લાલ કપડામાં પીળા ચોખાના 21 દાણા રાખવાં. ધ્યાનમાં રાખવું ચોખાના દરેક 21 દાણા પૂર્ણ રીતે અખંડિત હોવા જોઇએ, એટલે કે, તૂટેલાં દાણાનો ઉપયોગ ન કરવો. ચોખાને કપડામાં બાંધીને એક નાની પોટલી તૈયાર કરી લેવી.

પોટલી બનાવી લીધા પછી ધનની દેવી મહલક્ષ્મીની પૂજા વિધિ-વિધાન સાથે કરવી. પૂજનમાં આ પોટલી પણ રાખવી. પૂજન કર્યા પછી લાલ કપડામાં બાંધેલા ચોખા પોતાના પર્સમાં સંતાડીને રાખવા અથવા ધન સ્થાન પર આ પોટલીને રાખી શકાય છે.

ચોખાના દાણાને આ રીતે કરવા પીળાઃ-

ચોખાને પીળા કરવા માટે હળદરનો પ્રયોગ કરી શકાય છે. જેની માટે હળદરમાં થોડું પાણી નાખવું. હવે ભીની હળદરમાં ચોખાના 21 દાણા નાખવાં. ત્યાર પછી યોગ્ય માત્રામાં ચોખાને હળદરમાં મિક્સ કરી લેવા. ત્યાર પછી તેને સૂકવી લેવા. આ પ્રકારે તૈયાર કરેલાં પીળા ચોખાનો ઉપયોગ પૂજન કાર્યમાં કરી શકાય છે.

પીળા ચોખાનું મહત્વઃ-

પીળા ચોખાનો ઉપયોગ પૂજન કર્મમાં કરવાથી દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કોઇપણ દેવી-દેવતાને નિમંત્રણ આપવા માટે ચોખાના પીળા દાણાનો ઉપયોગ કરવામાં આવે છે. પીળા ચોખા આપીને આમંત્રિત કરેલાં ભગવાન ભક્તના ઘરે પધારે છે. જો પર્સમાં પીળા ચોખા રાખવામાં આવે તો મહલક્ષ્મીની કૃપાથી ધન સંબંધી બાધાઓ દૂર થઇ શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111337727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now