Gujarati Quote in Blog by Jagruti Tanna.... Janki

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ટ્રાવેલ #જિંદગી ....🖊by me

જ્યારે પણ ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે આપણે જેમ જેમ આગળ જતા હોઈએ ત્યારે આપણી સામેનું દ્રશ્ય ઊલટી દિશામાં જતું હોય એમ લાગે. એ જોવાની કેટલી મજા આવે, નહીં? જેમ જેમ આગળ જતા જઈએ એમ તે દ્રશ્ય પાછળ છૂટતું જાય. પણ એના બદલે બીજું નવું પણ જોવા મળતું જ હોય છે. આપણી જિંદગી પણ એક સફર જ છે! જિંદગીમાં પણ આપણે જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ઘણું બધું પાછળ છૂટી જતું હોય છે. અને એ વિતેલો સમય એક યાદ બનીને સાથે રહી જતો હોય છે. અને યાદોને માત્ર યાદ જ કરી શકાય. ફરીથી ક્યારેય જીવી ન શકાય કે ન તો સુધારી શકાય. પણ ઘણી વખત આપણે તે બાબત ભૂલી જતા હોઈએ છીએ. જિંદગીના વિતેલા સમયમાં અટવાઈ જતા હોઈએ છીએ. આપણને ગમતું કંઈક છૂટી ગયાનો અફસોસ લઈને કે કંઈક અણગમતું બન્યાની ઉદાસીને પકડી રાખીને આપણે વિતેલો સમય કે જે ફરીથી ક્યારેય નહીં જીવી શકાય તેના મોહમાં આપણો વર્તમાન સમય કે જે ખરેખર જીવી શકાય છે તેને ખોઈ બેસતા હોઈએ છીએ. જિંદગીમાં સમયની સાથે ઘણું પાછળ છૂટી જતું હોય છે તો ઘણું નવું પણ મળતું જ હોય છે. તો બસ હંમેશા વર્તમાનમાં જીવંત બનીને જીવો. કેમ કે આપણા રોકાઈ જવાથી ન તો સમય રોકાતો હોય છે ન તો જિંદગી. તો બસ જિંદગીમાં નદીની જેમ સમયના પ્રવાહ સાથે ખળખળ વહેતા રહો અને ખુશ રહો.
- જાગૃતિ તન્ના "જાનકી"

Gujarati Blog by Jagruti Tanna.... Janki : 111337705
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now