શું પ્રેમ હંમેશા પ્રિયતમ સાથે જ થાય...?
કોઈ વાર બારી માંથી આવતા સૂરજ ના ,
પેહલા પ્રકાશ સાથે પ્રેમ ના થાય...?
કોઈ વાર થોડી દૂર થી આવતા ,
પક્ષી ના કલબલાટ સાથે પ્રેમ ના થાય...?
ઘર માં દોડતી દીકરી ના ,
ઝઝાર ના અવાજ સાથે પ્રેમ ના થાય...?
પોતાની નાની બહેન ની તમારા માટે ની ,
થોડી વધારા ની લાગણી સાથે પ્રેમ ના થાય...?
નાના ભાઈ થાકી લેવાતી તમારી થોડી ,
વધુ જવાબદારી સાથે પ્રેમ ના થાય...?
કોઈ ના મૌન પાછળ છૂપાયેલી તમારા માટે ની ,
ચિંતા સાથે પ્રેમ ના થાય...?
તમારા અઢળક સવાલો સામે કોઈ ના ,
એક માત્ર સ્મિત સાથે પ્રેમ ના થાય...?
વરસાદ ની મોસમ માં આવતી માટી ની ,
ભીની ભીની ખુશ્બુ સાથે પ્રેમ ના થાય...?
મંદિર માં દર્શન કરતાં કરતાં પ્રભુ ના ,
સુંદર મુખારવિંદ સાથે પ્રેમ ના થાય..?
રાતે આકાશ માં દેખાતા સેકળો તારા ,
અને પીળા ચંદ્ર સાથે પ્રેમ ના થાય...?
આપણી આસપાસ પ્રેમ જ પ્રેમ છે ,
પણ શું આવો નિર્દોષ પ્રેમ કરવા ની મનાઈ હોઈ...?
હીમાશ્રી...
"રાધું"
#my_words ...