કેટલીક વખત રૂપિયા કરતાં લાગણી એટલી આગળ નીકળી જાય કે આપણે બધું જાણતા, સમજતા હોવા છતાં નુકશાન સહેવા તૈયાર થઈ જઈએ!
આજે મારું એક જૂનું પર્સ ખોલ્યું અને એમાંથી કેટલીક હજારની, પાંચસોની જૂની નોટો નીકળી આવી. જે વખતે નોટ બંધી આવી ત્યારે મારા ઘરવાળા એ કહેલું કે, જ્યાં પણ રૂપિયા બચાવી રાખ્યા હોય આપી દે, નોટ બદલાવી ને પાછા આપી દઈશ. મેં એમને બીજા મારા અંગત રીતે બચાવેલા રૂપિયા આપેલા પણ આ નોટો આપવાનું મન જ નહતું થતું. એની કિંમત મારે મન રૂપિયા કરતા અનેક ઘણી વધારે હતી....
એ નોટો મને મારા પપ્પા અને દાદા તરફથી આશીર્વાદ રૂપે મળેલી હતી! જ્યારે પણ પિયર ગઈ હોઉં કે કોઈ પ્રસંગ આવ્યો હોય ત્યારે એમણે મને એ રૂપિયા ભેંટ તરીકે આપેલા. એમના આશીર્વાદ હતા એમાં, પ્રેમ હતો...એ નોટની હવે કોઈ વેલ્યુ નથી એમ લોકો કહી શકે મારા માટે તો એ આજેય કિંમતી છે અને હંમેશા કિંમતી રહેવાની...!