Gujarati Quote in Blog by RaviKumar Aghera

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*Bio-Data*
ઉંમરના એક પડાવમાં આ શબ્દ તમારાં કાને પડે એટલે સમજી જવાનું કે તમે હવે સારા એવા ફસાવાના છો જેમાં તમને મજા પણ આવશે ને સજા પણ મળશે. કેમ કે કોઈ એવા વ્યક્તિઓ તમને judge કરશે જે તમને ઓળખતાં પણ નહીં હોય પુરી રીતે. મારી પણ શાયદ ઉંમર થઈ આ બધાંમાં પડવાની એટલે મને પણ કોઈએ "Bio Data" બનાવવાં કહ્યું, તો મેં મારા બનતા પ્રયત્ન કર્યા છે Biodataમાં સમાવાના, તોય કંઈ બાકી રહી જાય તો ઘરે આવીને ચા પી જજો.
નામ:- રવિકુમાર આર અઘેરા(નામ મમ્મી પાપા એ જ રાખ્યું છે)
ઉંમર:- 24 વર્ષ (તમારાં મતે લગ્ન કરવાં લાયક)
ઉંચાઈ:- તમારી લાડલી પરી કરતાં થોડીક તો વધુ જ છે.
વજન:- ખાતા પીતા ઘરનો છું એટલે 6 પેક તો નહીં દેખાય.
બ્લડ ગ્રુપ:- O+ve(જરૂર પડ્યે તમારી લાડલીને હું જ દાન કરી દઈશ)
શોખ:- ચોપડીઓ વાંચવી, શાયરીયું લખવી, ગીતડાં સાંભળવા(કિશોરકુમાર, નુશરતસાહેબ, અરીજીતભાઈ ખાસ), હાડકાં જોડવા(OT સ્ટાફ છું), રડતાંને છાનાં રાખવાં, દોસ્તી નિભાવવી, જમવાનું બનાવવું(મમ્મીને મજા ના હોય ત્યારે ખાસ), વધું જાણવું હોય તો ચા પીવા આવો ત્યારે.
પરિવાર વિશે;
પાપા:- જિંદગીની ઈંનિંગ્સના ઓલ રૉઉન્ડર છે. દીકરી નથી એમને એટલે કદાચ હું તમારી લાડલી પરી હારે ઝઘડીસ તો મને ઘરમાંથી પણ કાઢી મૂકે.
મમ્મી:- પ્રેમની મૂર્તિ છે, ખાસ કરીને ખાવાની બાબતમાં.(લગન પછી તમારી દીકરી ઘરે આવશે તો તમેજ કહેશો કે જાડી થઈ ગઈ)
ભાઈ:- એનું રાજ ચાલે છે ઘરમાં પણ તમારી લાડલી આવશે તો બેય પાર્ટનરશીપમાં રાજ કરશે.
મોસાળ:- બે મામાં છે જેને જ માત્ર મને ચાગલો રાખ્યો છે.

રહેઠાણ:- અત્યારે તો ભાડે રહું છું, પણ હા મમ્મી પાપા ભાઈ અને મિત્રોના દિલમાં 3bhk નો ફ્લેટ લઈ રાખ્યો છે.(મોકો મળે તો તમારી પરીના દિલમાં પણ થોડુંક રોકાણ કરવું છે)
શિક્ષણ:- આમ તો જિંદગીએ ઘણુંય ભણાવ્યું હતું પણ તોય મેં B.Sc. Nursing પાસ કરેલું છે(એકેય KT વગર)
વ્યવસાય વિષયક:- 10માં અને 12માં ધોરણના વેકેશનમાં કોઈના લગ્નમાં ફોટા પાડતો, કોલેજ પછી બે વર્ષ ઘણાંયના ધબકારા બન્ધ થતાં અટકાવ્યા(ICUમાં કામ કરતો) અને અત્યારે હાડકાં સાંધવાનું કામ કરૂં છું.
(સૌથી મહત્વનું તો રહી ગયું)
પગાર:- એટલો તો છેજ કે જે દિવસે તમારી છોકરી કહેશે કે આજ બાર જમવા જવું છે તો લઈ જઈ શકું, ફરવા લઈ જઈ શકું, એનું ફેવરિટ Icecream ખવડાવી શકું.
મિલકત:- પાપા તરફથી ક્યારેય હાર નહીં માનવી, હંમેશા નિઃસ્વાર્થ સંબંધ નિભાવવો, બીજાના દુઃખમાં સાથે ઉભું રહેવું અને બીજું ઘણુંય; મમ્મી તરફથી પ્રેમાળ સ્વભાવ, બધાં પ્રત્યે સરખો ભાવ, સાદગી અને જરૂરિયાત મુજબ જીવવું અને Down to Earth રહેવું. (આમતો મારાં પાપાએ આખી જિંદગી કમાઈને એક ઘર બનાવી દીધું છે એટલે અપ્રોક્સ 15-20લાખ તો થઈ જશે)

Expectation:- આમ તો મારાં મમ્મી-પપ્પાને એક દીકરી જ જોઈ છે, અને મારાં ભાઈને મારો ઓપ્શન જોઈ છે કે જે હું ના હોવ તો પણ મારાં પરિવારનો મારાથી સારી રીતે ખ્યાલ રાખી શકે. અને મારે તો ગઢપણમાં લાકડીની જરૂર ન પડે, અમે જ એક બીજાના સહારો બનીએ એવી વ્યક્તિ જોઈ છે.

વધું વિગત જોઈતી હોય તો ઘરે આવીને ચાં-પાણી પી જજો, મમ્મી ચાં બહું મસ્ત બનાવે છે.

જય શ્રી કૃષ્ણ....

Gujarati Blog by RaviKumar Aghera : 111337355
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now