વહાલા ૨૦
વહાલા
આ જોને
ભલે જગ સમજે પરાયા...!
રામ પુરુષોત્તમ
સીતા દર દર...
ભટક્યા...!
કૃષ્ણ ગિરધારી
રૂક્મિણી ના પૂરી..
સહસ્ત્રમા ગણાયા....!
વિશ્વ પુરૂષો ઉત્તમ
સ્ત્રીને કહે અધમ...
પ્રેમમાં હમેશાં ઘવાયા...!
તુ નીચી તુ નીચી
કરી સંકુચિતતા પર
હમેશાં રસ્તે ભટકાયા...!
એકવાર હૃદયે ધરો
મહત્તા તો સમજાશે
ન કરો નીચા પાડવાની
ભાવમાં જીવનથી પરાયા...!
વહાલા
આ જોને
ભલે જગ સમજે પરાયા..!
જયશ્રી.પટેલ
૨૧/૮/૧૯