શીર્ષક : બાળમજૂરી
સિગારેટ બનાવતી ફેક્ટરીમાંથી અગિયાર બાળમજૂરોને છુટા કરાયા .
શાબાશ.. બાળ મજૂરી ને એમાં પણ વ્યસન.! કામે રાખનારને આકરી સજા થવી જોઈએ...................
બબડતી મિષા બહાર નીકળતા પોતાને ત્યાં કામ કરતી બાર વર્ષની ચકુને કહેતી ગઈ,, "સાંભળ હું કામથી બહાર હોઇશ. આજ ઘરે તારા સાહેબના દોસ્તોની પાર્ટી છે. લોન સાફ કરી તૈયાર થઈ જજે. લંચ બાદ પેગ સર્વ કરવા તારે જ જવાનું છે.
માનસી પટેલ"માહી"