Gujarati Quote in News by Vishal Muliya

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેશની કિમત અથવા વાળની વેલ્યૂ



વિજ્ઞાનના વ્યંગ ચિત્રો બનાવવાનો એક આનંદ હોય જ છે પણ આનંદની પરાકાષ્ઠા ત્યારે મળે છે જ્યારે કોઈ ભારતીય વૈજ્ઞાનિકના રિસર્ચ પર વિજ્ઞાન વ્યંગચિત્ર એટલે કે સાઇટુંન બનાવવાનો અવસર મળે.

ભાવનગર સ્થિત Central Salt and Marine Chemicals Research Institute (CSMCRI)ના વૈજ્ઞાનિકે એક કમાલની ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજી માં મનુષ્યના વાળમાંથી ઉપયોગી વસ્તુ જેવીકે કેરાટીન પ્રોટીન અને મેલાનિન રંજક દ્રવ્ય જુદા પડવાની અને શુદ્ધ કરવા વિગેરેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે



તમને તમારા વાળની કિંમત હોય કે ન હોય પણ જાણ ખાતર આ વાળમાંથી મળતા keratin proteinની કિંમત એક કિલોના 15 હજાર થી 20 હજાર રૂપિયા જેટલી હોય છે. 15 હજાર થી 20 હજાર રૂપિયા જેવી રકમ keratin proteinનીઓછી લાગતી હોય તો મેલાનિનની કિંમત જરા ધ્યાનથી નોંધી લેશો. એક ગ્રામ મેલાનિનની કિંમત લગભગ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા હોય છે એટલે કે એક તોલાની કિંમત ચાલીસથી પચાસ હજાર રૂપિયા થાય જે સોના કરતાં પણ મોંઘું કહેવાય.



મેલાનિનનો ઉપયોગ કેન્સર ની દવા તરીકે થાય છે જ્યારે કેરાટીન પ્રોટીનનો ઉપયોગ કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીમાં થાય છે.



આટલેથી અટકતું નથી મેલાનિન કેરોટીન પ્રોટીન જુદા પાડી લીધા પછી વધતો નકામા ભાગ અથવા તો ઉપર પેદા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. આજના પ્રદૂષણ યુગમાં ક્યારે રસાયણિક ખાતરો પ્રદુષણ ફેલાવે છે ત્યારે જૈવિક ખાતર સારામાં સારો ઉપાય જેવીક ખેતી માટે બની રહે છે.



જરા વિચાર તો કરો, એક કિલો નકામા વાળ માંથી આ વૈજ્ઞાનિકો 200 ગ્રામ મેલાનીન (એક ગ્રામ ની કિમત રૂપિયા 4000-5000 ) અને 360 ગ્રામ કેરાટિન પ્રોટીન ( 15000-20000 રૂપિયે કિલો)

અને વધારાનું 300 એમએલ પ્રવાહી જે ઉપપેદાશ છે તે જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે.

તીરુંમલયના મંદિરમાં તો ઠીક છે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ શહેરોમાં નિયમિત થવા માંડે તો ચૌલકર્મ સાથે સંકળાયેલ લોકોને ઘણો ફાયદો થાય.

આવી ખૂબ ઉપયોગી ટેકનોલોજી વિકસાવવા બદલ ડો કમલેશ પ્રસાદ જેવા વૈજ્ઞાનિકની આભાર માનવો રહ્યો અને તેની મહેનતને બિરદાવવી રહી.

Gujarati News by Vishal Muliya : 111337189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now