મારી એકલતાને વહી જવું છે
એ ઝરણ શોધે છે,
એને આકાશમાં ઉડવું છે
એ પંખ શોધે છે,
એને હસવું છે, ખેલવું કૂદવું છે
એ શેરીમાં આવી બાળકો શોધે છે.
એને કંઈક કહેવું છે, બોલવું છે
એ શબ્દ શોધે છે. એને લખવું છે,\
એ કાગળ ને કલમ શોધે છે.
એને મધુરા ગીત ગાવા છે
એ કંઠ શોધે છે.
અંતે કહે છે- હું રડી શકું તોયે ઘણું !
અને મેં એને મારી કવિતામાં બોલાવી.
– પ્રવીણ શાહ