છંદ - મુત્કારીબ
બંધારણ - લગાગા લગાગા લગાગા લગાગા
શું કરું હું?
વધુ શું કહું હું, વધુ શું કરું હું?
કર્યા શ્વાસ અર્પણ, હવે શું ધરું હું?
બની શ્વાસ દિલમાં વસું છું તમારી,
કરે જો અલગ તો કયાં ડગ ભરું હું?
વમળમાં ફસાણી, દરીયે સમાણી,
કિનારો બતાવે ફરી અવતરું હું!?
ધરા જો તરસતી ને ગગને અટકતી,
રડાવે મને ક્યાં જઈ કરગરું હું!?
વિરહ વીંટળાયો મને આજ એવો,
સતાવે મને યાદ જો ને મરું હું.
ચેતના રાઠોડ ગોહેલ "ઝાકળ"
ભાવનગર