ચાલો એક ગઝલ કરીયે હવે પ્રેમની
વાત નીકળી મહેફિલમાં હવે એમની
કસુંબલ ઘોળ્યો સનમના નામે શબ્દોમાં
પ્યાલી છલકાઈ આજ પીયુના જામની
હૈયું ખોલીને કરી દીધી આજે ખુલ્લી વાત
કસર રહી છે બાકી ફકત તારા જ નામની
ખોટ પૂરી શક્યું કોઈ હવે ના દિલમાં તારી
આદત પડી ગઈ મને સૌના દુઆ સલામની
બિછાવી છે નજરો "શ્યામ" એની રાહ પર
આવે ઘડીક ને પળ મળે નજરે આરામની
- નીરવ પટેલ "શ્યામ"