આજે ત્રેવીસ વર્ષ ત્રાજવે તોળાશે
રૂપ, રંગ,વજન અને ઉચ્ચાઈ સાથે-સાથે
આખો ના ચશ્મા પણ પલળે મુકાશે
પિતા ની પ્રોપર્ટી ના સાથે માસિક પગાર પણ જોવાશે
ડિગ્રીઓ થી ભાર વધશે પલડું નીચું નમશે
બસ એક ધબકતા હૃદય ની કદર નહિ થશે
સાત જન્મો ના બંધન સાત મિનિટ ની મુલાકાત માં થશે
કદાચ આવી રીતે પ્રેમની શરૂઆત થશે
આમ પણ શુ ફર્ક પડશે કોલેજ કે ઓફિસ માં નહિ
ચાર દીવાલ વચ્ચે મળશુ
દિલ પેહલા સંબંધો ની આપ લે કરશું
સપનાઓ પેહલા જવાબદારી વેંચશુ
મન મેળવ્યા પેહલા કુંડળી મળાવશું
મન થી નહિ માત્ર તનથી જાણશું