પૂછ્યું એને કે "આ પ્રેમમાં એકલતાનું દર્દ તને નથી સતાવતું ?"
મેં પણ કહ્યું : "પ્રેમ કર્યો છે તો દર્દ કેવું? અને સહેવું પડે તો એ તો સોના જેવું..!! તારી લાગણીની મીઠાશ હરદમ આંખોમાં છે, મુલાકાતોની યાદો દિલમાં સમાયેલી છે, એકલતામાં પણ પણ તને કરું હરદમ યાદ, પછી તારાથી કેવી હોય મને ફરિયાદ? તું મારા અસ્તિત્વની ઓળખ, તારામાં રહું હું હરદમ ઓઝલ, સપનામાં પણ તું છે હકીકતમાં પણ થઈશ, એ આશમાં રાહ જોવી પણ મને ગમતી લાગે. અને સાચું કહું તો તકલીફો સ્વાર્થના સંબંધોમાં હોય, નિઃસ્વાર્થ સંબંધોમાં બસ ચહેરા ઉપર પ્રિયજનના નામનું હાસ્ય અને એના નામની જ ચમક હોય !!!"
#કેપ્ટન @શ્યામ