. *ખેલ બે મિનિટનો*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
બાજી નાખવામાં ક્યાં વાર લાગી હતી ?
બાકી; ખેલ બે મિનિટનો જ હતો.
સબંધોને બાંધવામાં ક્યાં વાર લાગી હતી ?
તોડવામાં; ખેલ બે મિનિટનો જ હતો.
લાગણીને બાંધતા બાંધતા કેટલી વાર લાગી હતી ?
લાગણીને તોડવાનો; ખેલ બે મિનિટનો જ હતો.
કોઈના જીવનમાં સારથી થતા ક્યાં વાર લાગી હતી ?
કોઈને પછાડવાનો; ખેલ બે મિનિટનો જ હતો.
કોઈએ તમને પ્રેમ કરવામાં ક્યાં વાર લગાડી હતી ?
પ્રેમને ઠુકરાવવાનો; એ ખેલ બે મિનિટનો જ હતો.
જન્મ લેવામાં ક્યાં વાર લાગી હતી ?
મૃત્યુનો; ખેલ પણ બે મિનિટનો જ હતો.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD