શું કહું સ્ત્રી તને ? તું કમાલ છે .તારા મા જે આવડત છે તેની સામે બધા જ બેહાલ છે.
બધા જ ક્ષેત્ર માં તું ધમાલ છે.રણભૂમિ થી લઈ આકાશ મા તું સવાર છે.કોઈ તો કહે તારા મા કોઈ આવડત નથી ? તું ધારે તો સહનશીલ ને ધારે તો હાડકાં ઢીલા કરનારી.
ખુલ્લુ મળ્યુ છે મન ભરી ને શ્વાસ લઈ જીવવા માટે નું આ અવકાશ અને આ અવકાશ મા દરેક સ્ત્રી ને ' ' સલામ' ' છે.
રસોડા થી લઈ ને બીઝનેસ સુધી તારો જ ' ' જય જય કાર' ' છે. મમતા ની મૂર્તિ જેવી આ દરેક સ્ત્રી ને મારા પ્રણામ છે. અને મારી આ કવિતા પ્રત્યે મને માન છે.