તારી યાદો કાતિલ છે તારા કરતા પણ વધુ,
ભૂલવા મથું છું ત્યાં માથે ચડી તાંડવ કરી રહી છે...!!
વિધિ ના વિધાન માં તું અટવાયો,
ને કસોટી આપી રહ્યા છે મારા ધબકાર..!!
મારી પાનખર સમી જિંદગી ને વસંત બનાવી ગયો ને
ફરીથી એક પાનખર બની ખરી પણ ગયો...!!
નથી માનતી હું કે તું દ્યુત રમ્યો,
પણ હા સમય ના ચોકટા માં ક્યાંક પાંસા ઊંધા તો વળી જ ગયા..!!
સંજોગ એવો તો રચાણો,
કે વ્હાલમ તારો ને મારો વિજોગ લઈને આવ્યો..!!
આ જિંદગી ની ક્ષિતિજ તો ખબર નઈ,
પણ તારી પ્રેમ રૂપી લહેર અચૂક લહેરાયા કરશે..!!
-Hina modha