અસાંગરો હરપળ હરઘડી હરિવર મારે તારો.
શું કરું? મારે બસ એક તારાથી હોય પનારો.
તારા શરણે સાંપડે સર્વસ્વ તારા બસ વિચારો,
એક આશા તારી હરિવર દેજે મને તું આવકારો.
અંતરને હોય હરિ સદાકાળ તારો એક જ નારો
અસાંગરો હરપળ હરઘડી હરિવર મારે તારો.
નયન કરે દીદાર દયાનિધિ દેજે એવા આકારો,
તારામાં સઘળું સમાયું કોણ હારોહાર હો તારો?
મારે મબલખ તારી દયાથી તારા જેવા અણસારો,
અસાંગરો હરપળ હરઘડી હરિવર મારે તારો.
તારા વિયોગે સાવ સૂનકાર ભાસે થાઉં અણોહરો,
વિનંતિ મારી વિશ્વપતિ તમે હવે તો કાને ધરો,
હૈયાવાસી હણો વિકારને ખરોખોટો નક્કી કરો,
અસાંગરો હરપળ હરઘડી હરિવર મારે તારો.
ચૈતન્ય ચંદુલાલ જોષી. ' દીપક ' પોરબંદર.