Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"જીવન એક સંઘર્ષ"
મંજુલા જ્યારે સાસરે આવી તો ઘણી બધી બાબતોથી અજાણ હતી નવો પરિવાર નવા માણસો નવુ શહેર અને વળી રોજ ના નવા અનુભવો તેમ છતા ધીરે ધીરે તેના પતિ વિનુ સાથે રહીને ઘણું ખરું નવું શીખી ગઈ શહેરની ભાગદોડ ભરી જિંદગી થી ધીરે ધીરે ઘડાઈ ગઈ પરિવારમાં સાસુ સસરા બે દિયરો માટે ઘણી બધી જવાબદારીઓ અને વડી સાસુનો આકરો સ્વભાવ પણ તેના પતિના સારા સ્વભાવ થી તે ધીરે ધીરે ઘરમાં સહુની માનીતી બની ગઈ ત્યારબાદ પોતાના ઘરે પુત્ર નું આગમન જાણે હરખની હેલી લાવ્યું સમય કેમ વીતતો જાય છે તેની તેને પણ ખબર ન રહી બંને દિયરો પણ પોતાના ઘર સંસાર માં આગળ વધવા માંડે છે પણ મંજુલા તો હંમેશા બધાને સાથે રાખવા તત્પર રહેતી ધીરે ધીરે તેનો પરિવાર અલગ થવા લાગે છે છેવટે તેના સાસુ ના આકરા સ્વભાવના કારણે બંને દેરાણીઓ તેની સાસુને પોતાની સાથે રાખવા માટે અસહમતી દર્શાવે છે ત્યારે મંજુલા આગળ થઈને પોતાની સાસુ ને અને સસરા ને પોતાની સાથે રાખવા માટે તેના પતિને સહમતી દર્શાવે છે આમ ને આમ ઘણા વર્ષો વીતી જાય છે અને  મંજુલા ના પુત્રના લગ્ન થતા પુત્રવધુ પણ ઘરે આવે છે મંજુલા ની મોટાભાગની જિંદગી પરિવારના સભ્યોને સાથે જ વીતી જાય છે હવે તે પોતાનું ઘર પણ બનાવે છે ને એવું લાગે છે જાણે હવે જ  સુખનો  સુરજ ઉગ્યો અને અચાનક એની તબિયત બગડે છે વારંવાર તબિયતના બગડવાથી થોડા રિપોર્ટ કરાવવાનું ડોક્ટર કહે છે અને અંતે રિપોર્ટમાં કેન્સર હોવાનું નિદાન થાય છે અને આ આઘાત મંજુલા સહન કરી શકતી નથી અને આ દુનિયા છોડી દે છે હવે તેના જીવન સાથી વિનુભાઈ કે જે બંને સાથે જ સુખના સપના જોતા તે જાણે અધૂરા રહી જાય છે...(આ આ કોઈ કાલ્પનિક નહીં પરંતુ એક વાસ્તવિકતા ધરાવતી લઘુ કથા છે .....)

Gujarati Story by Bindu : 111336265
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now