આ ફેંગશુઈ ટિપ્સથી લવ લાઈફ બનશે વધું સારી, જાણી લો અત્યારે જ
તમે માનો કે ન માનો પણ ઉર્જાનો પ્રભાવ માનવીઓ ઉપર પણ પડે છે. જો તમારી આસપાસ સકારાત્મક ઉર્જા હશે તો તેની આભા કઈંક ઓર જ હોય છે. એટલું જ ઉર્જા તમારા સંબંધોને પણ એટલી જ અસર કરે છે. જો તમે એવું ઈચ્છતા હોય કે તમારી લવ લાઈફ એકદમ ચાર્મથી ભરપૂર અને મજેદાર હોય તો આજે જ કેટલીક ફેગશુઈ ટિપ્સ અપનાવી લો. જેનાથી તમે તમારા સંબંધોમાં વધું સકારાત્મકતા અને મજબૂતી લાવી શકશો. આ ટિપ્સને અનુસરવાથી નકારાત્મક ઉર્જા તમારી આસપાસ પણ નહિં ફરકે.
1. યુગલ જે રૂમમાં સમય વીતાવતું હોય ત્યાં ટીવી કે અરિસો ન હોવો જોઈએ. તેનાથી સંબંધો પર નકારાત્મક અસરો પડે છે. એકમેકમાં ખોવાઈ જવા આ બાધારૂપ બનશે.
2. જો તમે પરિણિત હોય તો ખાસ ધ્યાન રાખો કે તમારા બેડરૂમમાં એક ખુરશી ન રાખવી, કે ભીંતો પર એકાકી પક્ષી ના મૂકતાં પેરમાં મૂકવા જોઈએ. પોસ્ટર આ પ્રમાણે ના જ મૂકવા. એક જ બેડ પર સુવું.
3. તમારા રૂમમાં નદી, તળાવ, ઝરણા વગેરેના પોસ્ટર ન લગાવો. કે અંદર કોઈ પ્રકારના ફૂવારા કે માછલી ઘર પણ ન રાખો. રૂમમાં માત્ર જ પાણીની બોટલ જ રાખવી. હળવું ક્લબ મ્યુઝિક ઉત્તમ રહે છે.
4. જે રૂમમાં તમે વધું સમય ગાળતા હોય ત્યાં સૂર્ય પ્રકાશ આવવો બેહદ જરૂરી છે. તેનાથી રૂમમાં ‘ચી’ ઉર્જા રહે છે, થોડી વાર બારી ખુલ્લી રાખવી. જે તમારા પ્રેમ અને સ્વાસ્થ્ય માટે શુભ નિવડશે.
5. ક્યારેય બેડ બારી પાસે ન રાખવો. તેનાથી સંબંધોમાં તણાવ વધે છે. તમારું માથુ રાખવાની જગ્યા અને બારી વચ્ચે પડદો હોય તે વધું ઈચ્છવા યોગ્ય છે. . આમ કરવાથી નકારાત્મક ઉર્જાની સંબંધો પર અસર નહીં પડે.
6. તમારા રૂમમાં શિવ પાર્વતીની મૂર્તિ કે ફોટો શુભ છે. તેનાથી સકારાત્મકતા આવે છે. ઘરમાં સ્વચ્છતા અને સુશોભન પર વિશેષ ધ્યાન આપો, આ જેટલું સારું તેટલાં સંબંધો વધું મધુર બનશે.