"સ્વપ્ન"
મોના સામાન્ય મધ્યમ ઘરમાં ઉછરેલ, માટે મોના સપના તો જોતી પણ એ પૂરાં થવા ને તો કોઈ અવકાશ જ નહીં .
મોના ને સંગીત અને નૃત્ય પ્રત્યે ખૂબ જ લગાવ હતો . અને આ કલામાં એ નિપુણ પણ હતી . પરંતુ , ઘર માં આ વાત કહેતા એ અચકાતી . કારણ કે તેને સમજનાર કોઈ ન હતું . ઘરના કડક વાતાવરણ થી એ હંમેશાં પોતાના સપનાઓ અને ઈચ્છાઓ ને વ્યક્ત ન કરતી .
યોગ્ય પાત્ર મળતા મોના ના પરિવાર તેને પરણાવી પોતાની જવાબદારી નિભાવી . સાસરિયા મા મોના સૌને મદદરૂપ થવા પ્રયાસ કરતી , તેના સૌમ્ય સ્વભાવથી સૌ ખૂશ હતાં .
મોના એકદિવસ પરિવાર ના અંગત પ્રંસગમા જાય છે . ત્યાં તેના સંગીત અને નૃત્યના શોખની પરિવાર ના સભ્યો ને જાણ થાય છે . અને ઘરે જઈ મોના ના શોખ વિશે જાણી સૌ સભ્યો તેના આવનાર જન્મ દિવસ પર તેને એક અનોખી ભેટ આપે છે .
" સપના " નૃત્ય ક્લાસિસ. આખરે મોના નું સપનું પૂરું થાય છે .