!! દાસી જીવણ !!
. ------------
-ભીમો ગઢવી નામે એક ચારણ હતો. ગોંડલ દરબારની પાસે બિરદાવવા જતો હતો. ગોંડલના પાદરમાં વહેતી ગોંડલી નદીમાં ભીમો ઘોડીને પાણી પાય છે: ઉપરવાટે એક તુરી પર પોતાની ઘોડીને ઘેરવા લાગ્યો. ભીમા ગઢવીએ હાકલ કરી:
"એલા, કેવો છો?"
"તુરી છું."
"ત્યારે ઉપરવાટે કેમ પાણી પાઈ રહ્યો છે? દેખતો નથી. મને અભડાવી માર્યો.!"
"તું કેવો છો, ભા ?"
"ચારણ."
"તો એમાં અભડાવી શી રીતે માર્યો? જેમ તું રજપૂતોનો ચારણ, તેમ હું અછુતોનો ચારણ છું. "
લાલઘુમ આંખો કરી ભીમા ગઢવીએ ત્રાડ નાખી કે"રજપૂત ને અછૂત સરખા, એમ ?"
"સરખા નહિ ત્યારે બીજું શું? આવી જા, વાદ વદીએ."
"શું?"
"જોઈએ, તને તારો રાજા વહેલો ઘોડો આપે છે કે મને મારા અછૂત યજમાનો વહેલો ઘોડો આપે છે ?"
"બહુ સારું, જો મારા પહેલા તને તારા અછુતો ઘોડો આપે તો મારે વટલીને અછૂત થઇ જવું."
_ હોડ વદીને બેઉ છુટ્ટા પડ્યા. ઉમંગી અછુતોએ સાચેસાચ પોતાના ચારણને તુર્ત જ ઘોડો દઈ દીધો. અને ભીમા ગઢવીને વાર લાગી. ભીમાએ પોતાનો પરાજય કબુલી અંત્યજ-ઘરે જઈને પાણી પીધું. ભીમો વટલાયો. અછુતોએ એને એક સુંદર અછૂત કન્યા પરણાવી. એ ચારણ-અંત્યજના સંસારમાંથી જીવણદાસ કવિ સાંપડ્યા. જે ગુજરાતની સંત પરંપરામાં 'દાસી' જીવણ નામે અનેરું મુકામ પામ્યા.
..(ઝવેરચંદ મેઘાણીના લેખ: 'દાસી જીવણ'માંથી...)
#Aɴꜱʜ_ᗷʜᴀʀᴡᴀᴅ
"""જય દ્વારકાધીશ"""🙏