Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વૃન્દાવનન નગરીમાં પ્રેમ આજેય જળહળતો હશે,
પ્રીતઘેલી રાધેના હૈયે, કાન્હ આજેય મળતો હશે.

આમ જ ક્યાં રેલાય છે સૂર વાંસળીના કાન્હાની,
રાધે તણી પ્રીતનો એ રાગ, એમાંયે ભળતો હશે.

તરસતો હશે કાન્હ પણ ક્યાંક રાધેના વિરહમાં,
અધુરો એ પ્રેમ-દરિયો, નિજ મનેય ઉછળતો હશે.

સાતેય રંગ આસમાનના શિર ધરી સર પર એના,
મોરપીંછમાં તો રાધે તણો, રંગેય ઊભરતો હશે.

બનવાને એ ત્યાગ મુર્તિ, આંસુયે સુકાણા આંખે,
રાધે કેરી પ્રતિતિ કાજ, માંહ્યલોય કરગરતો હશે.

સોળસો ગોપીઓ સંગ છોને રમતો રાસ કાનુડો
એક રાધેનો ચહેરો હરદમ, આંખમાંયે ચળકતો હશે.

ચર્ચાતી નથી એમ જ અહીં જોડી રાધે-શ્યામ તણી,
હર પ્રેમી હ્રદયે ક્યાક એવો, શ્વાસેય ધબકતો હશે.

#પ્રેમરચના
#ગઝલ_એ_રાધેશ્યામ
- અમિત બાબરીયા " #રાધે "
- નીરવ પટેલ " #શ્યામ "

Gujarati Blog by Nirav Patel SHYAM : 111335831
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now