સમય છેને હજુ હસી લ્યો.
માનવતાથી દિલે વસી લ્યો.
સમય ફરીફરી ના મળવાનો,
કામ માનવતાનાં કરી લ્યો.
અણિનું ચૂક્યું સો વર્ષ જીવે,
જીવનમાં સૌરભ ભરી લ્યો.
આપ ભલા તો જગ ભલા,
એવી માન્યતા ઉરે ધરી લ્યો.
ક્યાં કોઈ છે કાયમી અહીંયાં,
કોઈ કાજે વસંતમાં ખરી લ્યો.
ના કોઈ નાનું ના કોઈ છે મોટું,
એવી સમાનતાને હવે વરી લ્યો.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.