જન્મ આપનારની સામેજ હું,
જન્મ આપનારને શોધું છું,
માં ની અપૂર મમતા માં
એની ભૂલ શોધું છું,
પીતાની અતુલ્ય કર્તવ્ય માં
એક ખોટ શોધું છું,
પ્રેમ ના સમૂદ્રમાં
નફરતનું ટીંપુ શોધું છું,
સમયની ધીરજતામાં
સમયની કીંમત શોધું છું,
અધુરા ધડાઓમાં
પુર્ણ ધડો શોધું છું,
નીરજન માનવીની વચ્ચે
સજ્જન ને શોધું છું,
સત્યનાં શીખરો ઉપર
ખોટના પથ્થરો શોધું છું,
સ્વાર્થી દુનિયા માં
પ્રેમનુ પુષ્પ શોધું છું,
કળીયુગમાં સત્તયુગને શોધું છું.