કોણ કહે છે આમ જ કર........પણ તારી જીવનસંગનીને તો જો.....કરે છે ને પ્રેમ તેના માબાપ, ભાઈ, બહેનને....તારી સાથે જીવન વિતાવે છે છતાં....તો પછી તારામાં એવી શુ ઉણપ રહી ગઈ.... કે તું તારા માબાપ, ભાઈ, બહેન ને તારા પ્રેમ થી વંચિત રાખે છે....જાય છે ને ભાર્યા તારી..... સમયે સમયે જ્યાં બાળપણ વિતાવ્યું ત્યાં.....તો પછી તું ક્યાં ભાન ભુલ્યો... શીખ સંસ્કાર તારી જ જીવનસંગી થી...... કેમ ભાન ભુલ્યો.... તારા બાળપણમાં નાખ નજર..... એક થાળી માં જમેલ તારા ભાંડું ઓની સાથેની....... તે કરેલી સાત્વિક ધીંગા મસ્તી યાદ કર.......તું ને તારી અર્ધાંગિની પ્રેમ કરો છો ને તમારા બાળકોને.....તો શું તારા માબાપે કરેલો બાળપણ નો પ્રેમ અલગ હતો ???? માટે જ ઓ માનવી વળી જ પાછો અને બચાવી લે આ દેશ ની વહી જતી સંસ્કૃતિ ને....