બાબલીબેન નાના જોવે સપના મજા મજાના
સ્કુલમાં એકદિવસ ભણવાનું અને છદિવસ રજાના
એક તાસ ભણવાનો ને છ તાસ રમવાના,
એક તાસ મા રંગ થી ડ્રોઈંગ બુકમાં કાર્ટૂન જ પૂરવાના
સ્કુલવર્ક કે હોમવર્ક તો બિલકુલ નહીં કરવાના
છોકરાવના ડોળાઓ જોઈને ટીચરો ડરવાના
હવેથી ટીચરો એ તોફાન જરાય નહીં કરવાના
વિચારમાને વિચારમાં એક ટીચરને તો કહી એ દીધું ચૂપ
જોયું તો ટીચર નહીં મમ્મી હતી એ હવેશું થશે ઉફ્ફ?