હરી-ફરી લે હમણા તબિયત છે ફાંકડી... કાલે કેડે થી વળેલો હશે ને હાથમા હશે લાકડી.... નીરખી લે નીરખી લે હમણા નજર છે વશમા.. કાલે આવશે મોતિયો ને આંખે હશે ચશ્મા.... નીકળી પડ મિત્રો સાથે ફરવા ને ચરવા... કાલે આવશે બધા બીમાર ખાટલે મળવા.... આજે જ રૂબરૂ મળવાનો છે સ્કોપ... કાલે બેઠો હશે સામે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ.... હોય જો મિત્રો તો કરી નાખ ઉજાણી કાલે મોંમા ખોસેલુ હશે થર્મો મીટર..... ચાલો દોસ્તો ભેગા થઇએ... છોડો વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ટ્વીટર.... ખબર નહિ ક્યારે પતી જાય દિલ ના કિલોમીટર... 🙏