મને તારાથી જુદો પાડી તો જો.
તારું મન બીજે તું વાળી તો જો.
છે બંધન આપણું રંગલાખવત્,
બીજે મારા જેવો તું ભાળી તો જો.
વાત છે ઉરના મિલનની માલિક,
તારી યાદીમાંથી મને ટાળી તો જો.
કોણ જોડાયું એ કહેવું મુશ્કેલ,
મારાવિના જાત સંભાળી તો જો.
નહિ મળે મને તારા જેવો સખા,
દોસ્તીના નામે દિલ પીગાળી તો જો.
ચૈતન્ય ચંદુલાલ જોષી. " દીપક "