. *તરસ્યા રહીશું*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
પ્રેમ કરીને કેમ તરસ્યા રહીશું ?
લાગણી આપીને કેમ તરસ્યા રહીશું ?
ઘણી તકલીફ સહન કરીને સબંધ છે !
છતાં તમારી લાગણીથી કેમ તરસ્યા રહીશું ?
તમે દુઃખી તો અમે પણ દુઃખી, એ વાત છે !
છતાં કહેતા તમે નથી, તો કેમ તરસ્યા રહીશું ?
જેમ પાણીની લાગે તરસ,એમજ પ્રેમની છે !
સમજતા તમે જ નથી,તો કેમ તરસ્યા રહીશું ?
અમને પણ સમંદરથી, પ્રેમની તરસ બુઝાવી !
સામે છે છતાં પણ,આજે કેમ અમે તરસ્યા રહીશું ?
મૂકીને આવ્યા બધાને,સમજવાની તરસ પૂરી કરો !
વિશ્વાસ તોડી બધાનો,આવ્યો તમારી તરસ બુઝાવવા !
બધાનું ના માનીને આવ્યો હું પ્રેમની તરસ બુઝાવવા !
તમે વયા જઇશો દૂર,તો જીવનમાં અમે તરસ્યા રહીશું.
પ્રેમ કરીને કેમ તરસ્યા રહીશું ?
લાગણી આપીને કેમ તરસ્યા રહીશું ?
જોતો છે અમારે પણ પોતાનાનો પ્રેમ !
એ જો મળે,પછી ક્યાં અમે તરસ્યા રહીશું ?.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD