Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#એક_વાત

લગ્નનોની મૌસમ પુર બહાર ખીલી ઉઠી છે અને મારી ચારે બાજુ હું શું જોઈ રહી છું? ઠેકઠેકાણે પતિદેવ ફોટોગ્રાફર બની ગયા છે અને એમની નારીઓના ફોટો ખેંચી રહ્યા છે! જ્યાં જુઓ ત્યાં એક કપલ તો એવું મળી જાય જેમાં પત્નિ કે પતિ, કે પછી બંને બીજાને કહેતા હોય, “તું ખીંચ મેરી ફોટો..!"

હોય હવે, આટલો મોંઘો ડ્રેસ પહેર્યો હોય કે પછી ઘણા દિવસો બાદ સાડી પહેરી હોય સાથે મેચિંગ અસેસરી હોય, સુંદર હૈર સ્ટાઇલ કરાવી હોય પછી એક ફોટો તો બનતાં હૈના..!

પણ... ફોટો ખેંચ્યા બાદનું સ્ટેપ મને થોડું અકળાવે છે! એ છે ફોટો એડિતિંગ. તમે ફોટાની લાઈટ કે બેકગ્રાઉન્ડ સેટ કરો ત્યાં સુધી બરોબર પણ પછી આપણા પોતાના દેખાવમાં ફેરફાર કરવાની જરૂર શી? ઘણા લોકો એમને ફોટામાં થોડા પાતળા દેખાડવા પ્રયત્ન કરે, ચાલીસની કમરને ત્રીસની દેખાડવા એપની કાતર ફેરવે. મોંઢા પર એક ફોડકી કે નિશાન તો જોઈએ જ નહિ.. એને પહેલાં જ હટાવી લો. સુંદર ચમકતો ચહેરો, પરફેક્ટ આંખો, હોઠ, વાળ આ બધું કોઈ બીજાનું (એપમાથી) ઉઠાવીને પોતાના ફોટામાં ચોંટાડી દેતા લોકો પણ મેં જોયા...મને થાય શા માટે આવું કરવાનું?

તમે કેવા દેખાવ છો એ તમને ઓળખનારા બધા જાણે જ છે અને છતાં એ તમારી સાથે જોડાયેલા છે મતલબ તમે જે છો, જેવા છો, એવા જ એ લોકોને ગમો છો. ફેસબુક પર કે ઇન્સ્ટા પર અજાણ્યા લોકો ફોટો જુએ અને તમારા ફોટાને લાઈક કરતાં હોય એમની સાથે કોઈક વાર રૂબરૂ મળવાનું થઈ જાય ત્યારે..? કોઈ કહી જાય કે ભાઈ/બહેન તમારાં ફોટા બહુ સુંદર હોય છે! ત્યારે જે વાત નથી કહેવાઈ (ફોટા સુંદર છે તમે નહિ) એ તમને મહેસૂસ નહિ થાય? ફક્ત ફોટાની સુંદરતા જોઈને તમારા વ્યક્તિત્વને જાણ્યા વગર તમારી ફ્રેન્ડ લિસ્ટમાં ઉમેરાયા હોય એ હકીકત જાણ્યા બાદ તમારા વિશે શું વિચારશે? આવો વિચાર એ લોકોને નહિ આવતો હોય...

હશે... અહીં ફોટો એડિટ કરીને મૂકવો એ કોઈ ગુનો નથી અને તમે એમ કરી શકો છો.. so enjoy your self, મારા જેવા લોકો આસપાસનું નિરીક્ષણ કરશે, વિચાર્યા કરશે પછી કંઈ નહિ તો એક પોસ્ટ લખી મારશે...😊

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111334215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now