સાવ થઈ ગયો ફિદા તારી વાત પર.
હતી એ કેવી રે અદા તારી વાત પર.
નહોતી કેવળ શબ્દોની ગોઠવણીને,
વારી ગયો હું એકદા તારી વાત પર.
આમ તો ઘાયલ થયો છું એના થકી,
રહ્યો છું ચાહક સદા તારી વાત પર.
શું રહી છે ફિલોસોફી તારી મઝાની,
અમાસને કરે પ્રતિપદા તારી વાત પર.
સકારાત્મક વાત તારી ગ્રાહ્ય સહુને,
અવસર ગણાવે આપદા તારી વાત પર.
ચૈતન્ય ચંદુલાલ જોષી.