01-02-2020 સાત ફેરા નો સંગાથ (ભાગ-૨)
રાજ - બીજા વચન માં કન્યા કહે છે કે જે રીતે તમે તમારા માતાપિતા નુ આદર કરો છો એજ રીતે મારા માતાપિતા નુ આદર કરવુ પડશે તથા ધર્મ ના હિત માટે પ્રભુ ના ભક્ત બની ને રેહવુ પડશે. જો કરી શકતા હોવ તો હુ પત્ની બનવા ની સહમતિ આપુ.
સિમરન - હા. મારા માતાપિતા નુ આદર તો તમે કરો જ છો. જોકે હુ નાસ્તિક છુ. તુ તો આસ્તિક છે. ચલ હવે આગળ નુ વચન.
રાજ - ત્રીજા વચન માં કન્યા કહે છે કે તમે મને વચન આપો કે જીવન ની ત્રણેય અવસ્થા માં (યુવાન, પ્રોઢ અને વૃધ્ધાવસ્થા) માં મારુ પાલન કરશો. જો કરી શકવા ના હોવ તો જ હુ પત્ની બની આવવા સહમતિ આપુ.
સિમરન - હજુ માંડ એક વર્ષ પત્યુ છે. જોઇએ આગળ શુ થાય છે. બેટા રાજ અાગે બઢો.
રાજ - ચોથા વચન મા કન્યા કહે છે કે ભવિષ્ય માં પરિવાર ની સમ્રગ આવશ્યકતાઓ પુરી કરવા ની જવાબદારી ફક્ત તમારી રેહશે. જો તમે આ ભાર સહન કરવા સહમત હોવ તો હુ કન્યા બની આવવા તૈયાર છુ.
સિમરન - અાય હાય. તે આવુ વચન પણ મને આપેલુ છે ? રાજ એક ડાયમંડ નેકલેશ લઇ આપને યાર જો તે વચન આપ્યું છે. "ના" ના પડાય હોં.
રાજ - (હસતા હસતા) જા તને કામ મા મોડુ થતુ હશે.
સિમરન - ખબર જ હતી. આવુ જ કઇંક કહીશ. ચલ પાંચમુ વચન આવ્યુ.
રાજ - પાંચમા વચન માં કન્યા કહે છે કે કોઇપણ કાર્યો કે વ્યવહારો માં થતી લેણદેણ કે અન્ય કોઇપણ ખર્ચમાં માં તેની સંમતી લેવી પડશે.
સિમરન - (ફરી મોટેથી હસતા) સાલ્લુ આતો બધુ મારી ફેવર માં આવે છે. કાલ થી એક એક પાઇ નો હિસાબ મને જોઈએ રાજ. નહિ તો વચન તોડ્યા નુ પાપ લાગશે.
રાજ - (થોડુ મલકાતા) આગળ બોલુ હવે કે હુ જઉ ?
સિમરન - બોલ બોલ હવે. ફેરા તો પુરા કરવા જ પડશે ને. છઠ્ઠુ વચન આવ્યુ.
રાજ - છઠ્ઠા વચન માં કન્યા કહે છે કે હુ જ્યારે મારી મિત્રો સાથે કે બીજી સ્ત્રીઓ સાથે ગપ્પા મારતી હઉ તો એ બધા ની વચ્ચે તમે મારુ અપમાન નહી કરો અને જુગાર જેવી ખરાબ આદત થી હંમેશા દુર રહેશો.
સિમરન - (થોડુ વિચારતા) મને ખબર છે તુ જુગાર તો નથી જ રમતો. પણ મારી ફ્રેન્ડ્સ જ્યારે ઘરે આવે ત્યારે રુમ માં પુરાઇ ને એટલે જ બેસી રહે છે ? હાવ સ્વિટ રાજ.
રાજ - ના હો જરાય નઇ. સાંભળ છેલ્લુ અને સાતમુ વચન જેમાં કન્યા માંગે કે બીજી સ્ત્રી ને તમે માઁ સમાન ગણશો અને પતિ પત્ની ના પ્રેમ ની વચ્ચે કોઇ બીજુ ભાગીદાર ના બનવુ જોઇએ.
સિમરન - બસ હુ આની જ રાહ જોતી હતી. આ વચન નુ પાલન તો તુ કરે છે ને ? સાચુ કોઇ બીજુ તો નથી ને તારી લાઇફ માં ?
રાજ - (સિમરન નો ગાલ ખેંચતા) આપણે તો ચાર જ ફેરા લીધા હતા ને સાતમા સુધી ક્યાં પોંહચ્યા જ હતા (તેમ કહી તેના રુમ તરફ દોડે છે)
સિમરન - નકામા તુ ઉભો રે. મને ખબર જ હતી તુ આવુ જ કઇંક કહીશ (બોલતા તેની પાછળ દોડે છે)