Gujarati Quote in Story by Jimmy Jani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

01-02-2020 સાત ફેરા નો સંગાથ (ભાગ -૧)

બહાર ગેલેરી માં હિંચકા પર બેઠેલા રાજે સિમરન નો હાથ ખેંચતા કીધુ "શુ આખો દિવસ કામ કર કર કરે છે. આજે એનિવર્સરી ના તો બેસ મારી પાસે. ચલ વિતેલા એક વર્ષ ને યાદ કરીએ"

સિમરન - પછી જમવા માં મોડુ થાય તો બુમો ના પાડતો.

રાજ - હા સિમ્મુ. આજે બુમો નહી પાડુ બસ. થોડી વાર બેસ અહીં.

સિમરન - ભલે બોલ. શુ વાત કરવી છે ?

રાજ - કેવુ રહ્યું તારુ એક વર્ષ મારી સાથે જરા કહીશ ?

સિમરન - સાચુ કહુ તો થોડા જાણીતા અને થોડા અજાણ્યા વ્યક્તિ સાથે હુ અાખુ જીવન કેમ વિતાવીશ એ મુંજવણ સાથે મે મારુ પ્રથમ પગલુ તો ભર્યું પણ તે હાથ મા હાથ દબાવી જાણે કિધુ હોય ને કે હુ છુ ને તારુ ધ્યાન રાખવા બસ એ લાગણી નો સરવરાટ હજુ પણ અનુભવાય છે મને.

રાજ - મને પણ. તારા પિતા એ તારો હાથ મારા હાથ મા આપ્યો ત્યારે હુ થોડો હડબડાયો પણ પછી તારી સામે જોઇને તરત જ વિચાર આવ્યો કે તુ છુ ને બધુ જ સંભાળી લેવા માટે. એ જવાબદારીઓ નો ભાર બહુ વધારે હતો પણ તે સારો સાથ આપ્યો મને.

સિમરન - શ્રીમાન લેખક. વિતેલા એક વર્ષ ને મુક. પેહલા તે મને શુ વચનો આપ્યા હતા એ યાદ છે તને ?

રાજ - હા એ સાત વચનો યાદ છે મને.

સિમરન - સાત હોય કે ચાર ? તો મહારાજે આપણ ને ચાર જ ફેરા કેમ લેવડાવ્યા ?

રાજ - ચાર ફેરા ભલે લેવડાવ્યા હોય પણ મને સાત વચનો યાદ છે.

સિમરન - મને નથી યાદ એ વચનો. તને વાંચન નો શોખ છે તો તને ખ્યાલ હશે કદાચ. શુ શુ હતા વચનો મને કહે ને પ્લિઝ. ચલ ગેઝ કર તુ મુખ્ય મહેમાન થઈ સ્ટેજ પર બેઠો હોય અને હુ જનતા બની તને સવાલ કરુ કે વિવાહ અને તેમાં અપાયેલા સાત વચનો ને વિસ્તાર માં સમજાવો. તો તુ કેવી રીતે સમજાવુ ?

રાજ - તો સાંભળ. હુ કઇક આવી રીતે સમજાવુ. વિવાહ એ પતિ અને પત્ની વચ્ચે જન્મોજન્મ નો સંબંધ હોય છે. જે કોઇ પણ પરિસ્થિતિ માં તુટતો નથી. ૧૬ સંસ્કાર માનો એક સંસ્કાર હોય છે આ વિવાહ. બીજી રીતે કહીએ તો વિવાહ એટલે જવાબદારી નુ વહન કરવુ.અગ્નિ સહિત પંડિત અને ધ્રુવ તારા ની સાક્ષી માં લેવા માં આવે છે એ વિવાહ ના વચનો. શરીર સંબંધ કરતા પણ આગળ આત્મા નો જે સંબંધ હોય તેને વિવાહ કે સપ્તપદી પણ કેહવાય.

સિમરન - તો અતિથિ મહોદય કયા હોય છે એ વચનો જરા જણાવશો ?

રાજ - પેહલા વચન મા કન્યા માંગે છે કે જો તમે તિર્થયાત્રા કરવા જાઓ તો મને પણ સાથે લઇ ને જવી પડશે તથા તમે કોઇ વ્રત કે ઉપવાસ કે અન્ય કોઇપણ ધાર્મિક કાર્ય કરો તો એમા મને તમારી ડાબી બાજુ બેસાડી ને એ કાર્ય ની સહભાગી બનાવશો. જો તમે આમ કરવા તૈયાર હોય તો જ હુ પત્ની બની ને આવવા સહમતિ આપુ.

સિમરન - (મોટે થી હસતા) હા હા મે આવુ કીધુ હતુ ? ચલ હવે બીજું વચન.

ક્રમશઃ ...

Gujarati Story by Jimmy Jani : 111334110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now