કે અમે લાગણી ના દોરેથી સંબંધ સાંધવા નીકળ્યા રે !
દોરો સુતર જેવો નાજુક છે, બે વળ કરી સંધજો રે !
જ્યાં જ્યાંથી કપડું ફાટ્યું છે પેહલા એ ગોઠવી દો સરખું,
ધ્યાન રાખો દોરો ન પરોવાય ત્યાં સુધી કપડું ફેરવે ન પડખું,
કે હું ભરીશ એક એક ટેભો એમ કે રહી જાય ના ક્યાંય ખાંચો,
કે બીજો કોઈ આવીને મારા કામમાં મારી જાય ન ચાંચો.
#pk #કૃષ્ણ