ના મૂલવો ભાવને અક્ષરો ગણીગણીને.
ના મૂલવો ભાવને શબ્દોને વણીવણીને.
શબ્દ અર્થ આખરે તો અભિવ્યક્તિ છે,
ના મૂલવો ભાવને છંદોને ભણીભણીને.
હોય એ હેત હૈયાનું વહેતાં ઝરણાં સમું,
ના મૂલવો ભાવને જોડણી વીણીવીણીને.
પ્રેરણા ઈશની કદી ના બેકાર જનારી હો,
ના મૂલવો ભાવને ગજ લૈ ભણીગણીને.
સ્નેહસરિતા હોય વહેતી કવિનાં હૃદયમાં,
ના મૂલવો ભાવને આરજૂ ઘણીઘણીને.
ચૈતન્ય ચંદુલાલ જોષી. " દીપક "