તું જ્યારે સામે હોય...
આંખ થી કેટ કેટલી,
વાતો થઈ જાય...
દિલ માં ચાલતાં તોફાન,
થોડા શાંત થઈ જાય...
હર વખતે હૃદય એક,
ધબકરું ચૂકી જાય...
એક નાના સ્મિત સાથે,
આંખમાં પાણી આવી જાય...
તારી આંખ માં મારા માટે,
થોડો પ્રેમ દેખાય જાય...
આજુબાજુ ના નજારા બધાં,
બ્લર થઈ જાય...
બધું ભૂલી એક તું જ,
યાદ રહી જાય...
તને ભલે અડકી ના શકાય,
પણ નજર થી આલિંગન થઈ જાય...
જિંદગી માં કોઈક વાર ખૂટતું એવું,
ઓક્સિજન મળી જાય...
તું જ્યારે સામે હોય ત્યારે,
ખબર નહિ કેમ આટલું બધું થઈ જાય...?
હીમાશ્રી...
"રાધું"
#my_words ...