સિંધુ સોહામણો યુવાન લાગતો
અમીરસ ભર્યો ને મહાસાગર
ખડકોની આકૃતી કોતરી ને પણ
બેફામ ઘૂઘુવતો એ મહાસાગર
ઘાટ ઉતરતી આવતી નદીને કાંઠે
ક્ષાર પાથરીને હસતો મહાસાગર
જળચર,અગોચર,વનસ્પતિ માં
જીવનથી ઊભરાતો મહાસાગર
ખડકો ખનિજ ધાતુઓ સમાવી
તેનું મૂલ્ય સમજાવતો મહાસાગર
✍️_નારાયણ