હાથમાં હાથ લઈ ચાલવું છે તારી સાથે,
અલબેલી સાંજના આથમતા અજવાળે,
વહેલી પરોઢના આછા અજવાસે,
માંડવો છે સફર અવિરત જીવનનો,
ઓઢું તારા હાથે છેડો છેલ્લે કફનનો,
તું પણ આપીશને હાથ મને તારો,
વચન છે વિતાવીશ હું સાથે જન્મારો,
નહિ છૂટે આ બંધન છે અતૂટ વિશ્વાસનું,
મેળવણ ઉમેરાયું છે એમાં મારા શ્વાસનું,
વિરહમાં પણ પાંગરી રહ્યો છે પ્રેમ અપાર,
બસ હવે તારા ભરોસે લઈ જા મારી નાવ મઝધાર...!!!
#કેપ્ટન @શ્યામ