રહીને મૌન,મને ઘણું કહેવાની ટેવ છે,
એક તું જ છે,જેને એ સાંભળવાની ટેવ છે.
સામે આવ્યા છતાં પણ રહી જાય છે ઘણુંબધું કહેવાનું,
ન બોલેલા શબ્દો મને ગઝલ માં લખવાની ટેવ છે.
કેમ કરી ને માની લવ હું કે પ્રેમ આંધળો છે,
મને તો બધી જગ્યામાં તને જોવાની ટેવ છે.
ઘાયલ થાવ છું હું માત્ર જોઈને તારી ઝુકેલી પાંપણો,
અને મને જોઈને તને તો શરમાઈ જવાની ટેવ છે.
વરસાવું છું હું મારા પ્રેમ ની ધોધમાર વર્ષા,
ને તને હરપળ છત્રી લઈને નીકળવાની ટેવ છે.
મને પણ ગમે છે વારંવાર તને મનાવવું,
અને હું મનાવું વારે વારે માટે તને પણ રિસાવાની ટેવ છે.
તને મળવા રાત્રે વહેલો સુઈ જાવ હું,
ને તને સ્વપ્નમાં પણ મોડું આવવાની ટેવ છે.