ફરીને આવું છું, ફરીને નૈ આવું!
જાતને લાવું છું, ફરીને નૈ આવું!
હે ઈશ જગત આખું ભટકી લીધું,
ક્યાં હું ફાવું છું? ફરીને નૈ આવું!
જોયા ઘણાં પણ તારા જેવા નહીં,
ગીત તારું ગાઉં છું, ફરીને નૈ આવું!
સોંપ્યું સર્વસ્વ સરકાર તારા ચરણે,
હું ક્યાં જાઉં છું? ફરીને નૈ આવું. !
આવકારજે અબ્ધિવાસી અવિનાશી,
તને હું મનાવું છું, ફરીને નૈ આવું !
ચૈતન્ય ચંદુલાલ જોષી. " દીપક " પોરબંદર.