Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સ્ત્રી_સ્ત્રી_ફરજ_પ્રાયોરોટી
#workingwoman_Homemaker

તમે ક્યારેય કોઈ કામ ન કરતી સ્ત્રી જોઈ છે ? આ સવાલ મને એટલે આવ્યો કે આપણે નોકરી કરતી સ્ત્રીઓ ને વર્કિંગ વુમન નો દરજ્જો આપ્યો. મને આ શબ્દ પ્રત્યે વાંધો છે કારણ સ્ત્રી નોકરી કરતી હોય કે ઘર સંભાળતી હોય તે વર્કિંગ જ હોય છે. સવારે ઊઠે ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધી કામ ના બોજ નીચે જ દબાયેલી હોય છે અને સૂતા સૂતા જે વિચારો આવતા હોય તેમાં ઘર અને પરિવાર માટે કરવાના કામની જ યાદી હોય છે. બીજો દ્રષ્ટિકોણ કહું તો નોકરી કરતી સ્ત્રીઓ હાઉસ વાઇફ એટલે કે હોમ મેકર કેમ નહીં? શું નોકરી કરતી સ્ત્રીઓને ઘરના કામની જવાબદારી હોતી નથી? આમ તો આવા ભાગ પાડવા જ ખોટા છે કે નોકરી કરતી સ્ત્રી એટલે વર્કિંગ વુમન અને ઘર સંભાળતી સ્ત્રી એટલે હાઉસ વાઇફ. આવા નામ પાછળ પણ આપણી પિતૃસતા વિચારધારા જ ભાગ ભજવે છે. બે સ્ત્રીઓ ને અલગ અલ લેબલ આપી એમનાં અંદર એક બીજા પ્રત્યે દ્વેષ ઉદભવવા દેવાની ભાવના રહેલી છે. ઘણી વખત એવું જોયું અને અનુભવ્યું પણ છે કે બંને પોત પોતાના સ્થાનને ઊંચું લાવવા સામે રહેલ વ્યક્તિ ના પગ ખેંચવા ના પ્રયત્ન કરે છે. માટે સ્ત્રી ને કોઈ જ લેબલ ની જરૂર નથી ન તો વર્કિંગ ન તો હોમ મેકર સ્ત્રી કે નારી જ બહુ મોટી પદવી છે.

બીજી વાત કરવાની છે બે કામમાંથી એક કામ ને પસંદગી કરવાની હોય તો અગ્રતા આપવામાં સ્ત્રીઓ નબળી પડે છે. એટલે નહીં કે પ્રાયોરોટી શું છે તે તેમને ખબર નથી પડતી પણ પ્રાયોરિટી માં હંમેશા ઘર, પરિવાર અને વરની જરૂરિયાત ને ધ્યાનમાં રાખવાની એક આદત પડી ગઈ છે. ત્યાં સુધી કે તકલીફ સહન કરી ને કે ન ગમતું કરી ને પણ આપણે ઘર પરિવાર કે વરના નજીવા કામ ને આપણા મહત્વના કામ સામે ત્રાજવે તોલી એ તો આપણા ન જરૂરી પ્રેમ નો ભાર પરિવાર તરફ જ જુકે છે. રસોઈ કે ઘરનું બીજું કે ત્રીજું કામ કે જે કદાચ આગળ પાછળ થાય તો આભ ન તૂટી પડવાનો હોય પણ આપણે એને મહત્વ ખૂબ જ આપીએ છીએ હું કોઈ જ કામ ચોરી ની વાત નથી કરતી હું પોતાના માટે ના સુખ કે સમય ચોરી ની વાત કરું છું. (#MMO ) પ્રાયોરિટી તમને ગમતું કાર્ય રાખશો તો તમને જ સંતોષ થશે. તમારામાં જન્મેલ અસંતોષ ની લાગણી તમારા પરિવારમાં આડકતરી રીતે પણ અસર પાડતી જ હોય છે. માટે તમને ગમતી પ્રવૃત્તિ નું મહત્વ આપો અને બને ત્યાં સુધી તેને એટન્ડ કરવાનું ટાળો નહીં. ફરજ બજાવતા બજાવતા પોતાના જીવનને પ્રેમ કરવાનું ભૂલવું નહીં. એક વાત યાદ રાખવી કે જો કોઈ વાત કે વસ્તુ કે વ્યક્તિ તમારા માટે પ્રાયોરિટી હશે તો તમે ગમે તેટલી મુશ્કેલી માં થી પણ રસ્તો કાઢી લેશો અને જો એ મહત્વ ની નહીં હોય તો બહાના પણ આરામ થી મળી જ શકશે. તમારી પ્રાયોરિટી તમારા વ્યક્તિત્વ નો જ એક ભાગ છે. આ સાથે આ બાબતનો વિડીયો શેર કરી રહી છું. {#માતંગી }

https://youtu.be/o93CmDSXirE

Gujarati Blog by Matangi Mankad Oza : 111332473
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now