*ચેહર માવડી* કવિતા..
ચેહર માવડી મારી જિંદગી નો અદ્ભુત ખજાનો છે,
લાગે મને એમનો આશરો મજાનો જ્યાં દિલને શાંતિ મળે છે.
ગજબનું એમના હાથમાં જાદુ ભર્યો છે,
મધુરુ થાય બધુ જ પલવારમાં જેને માથે રમેશભાઈ નો હાથ છે.
ડોક્ટરનું કાંઈ ના'વે એમની તોલે આ ચેહર માવડી નો ઈલ્મ છે,
ફરતુ ઔષધાલય એમના હાથમાં દુવા કરીને પલમાં દુઃખ દૂર કરે છે.
નિશાળ ક્યાં કદી જોઈ એમણે એ તો કાશીએ ભણેલા છે,
છતાં વાંચે ચહેરો બધાનો ક્ષણમા અને સવાલોના જવાબ આપે છે.
કોણે કહ્યું કે નથી ધરા પર આવી જુવો ગોરના કુવે દીપે છે,
હાજરાહજૂર અહીં જુવો ચેહર માવડી બિરાજમાન છે..
ભાવના ભટ્ટ અમદાવાદ..