યુવાની રીલ લાઇફમાં મસ્ત છે
પપ્પા પૈસા કમાવવા માં મસ્ત છે
બાળક આ દ્રશ્ય જોવામાં વ્યસ્ત છે
વૃદ્ધની આખી વેદના છે પણ આજની જનરેશન કહે છે આતો જુના વિચારોનો કષ્ટ છે
બોર્ડર નો એ સુરક્ષા જવાન લડવામાં વ્યસ્ત છે
પરંતુ મીડિયા તુ તો ડિબેટમાં જ મસ્ત છે
પોતાનુ ખીસ્સુ ભરતા બીજાના ઘર ના ચિરાગ ભડકે બળે છે
પરંતુ તુ તો વીડિયો બનાવવામાં જ મસ્ત છે
આમ જનતા તો મોંઘવારીથી ત્રસ્ત છે
પણ સરકાર તો ઉદ્ઘાટનમાં જ વ્યસ્ત છે
તારે ને મારે શું કહીને લોકોને જીવતા મારે છે
આજના સમાજમાં માનવતા જ નષ્ટ છે