માઈક્રોફિક્શન...
કાળું નાણું.....
ઘરનાં બેઠક રૂમમાં ટેબલ પર અલગ અલગ ફાઇલોનાં થપ્પા પાથરીને બેઠેલો ભાવિક વિચારતો હતો કે આટલી બધી આવક હોવાં છતાં આ લોકો કઈ રીતે એટલો ઓછો કર ભરતા હશે? લાલ કલર ના પુઠીયાંમાં ભૂરી શ્યાહીથી લખેલ રિપોર્ટ પર સફેદ કલરની દોરીઓ બાંધીને, હવે તો કોઈને છોડવા જ નથી..... એવા મક્કમ ઈરાદા સાથે ભાવિક હજી તો ફાઈલોને પોતાના બેગમાં મુકવા જાય છે ત્યાં જ દેશ ભક્તિ ની રિંગટોન સાથે એનો મોબાઈલ રણકે છે. સામે બાજુથી એકતરફી વાતોનો દોર ચાલુ હોય છે ને ભાવિક માર્મિક સ્મિત સાથે, થઇ જશે.....જોઈ લઈસુ ..... કેસ પૂરો જ સમજો સાહેબ..... જેવા વાક્યો સાથે વાર્તાલાપ પૂરો કરે છે. ને બધી જ ફાઈલોને દફતર બંધનમાં આટોપીને ફીટોફીટ ગાંઠ મારીને નવા નક્કોર બનાવેલ માળિયામાં એને ધૂળ કે ઉધઈ ના લાગી જાય એવી રીતે સાચવીને મૂકી દે છે.
@ મેહુલ ઓઝા