ના સમદરની અભિલાષા સરિતા મોકલો.
ના ધનધાન્ય કે સન્માનની કવિતા મોકલો.
ઊભો છું બારણે રાહ જોઈને હું એકલો,
એકાદ બે માનવીને મને મલકતા મોકલો.
આશાવાદની ઇમારત ચણી રહ્યો છું હવે,
કોઈ સ્નેહીઓ નિરાશાને વિદારતા મોકલો.
સાવ ગયો છું નિષ્ફળ લોકોની નજરમાં,
હોય કોઈ આપ્તજન તો સમજતા મોકલો.
આપણે સાથે મળી માનવતા મહેકાવીએ,
શિશુ સમી નિખાલસ કોઈ સરળતા મોકલો.
ચૈતન્ય ચંદુલાલ જોષી. " દીપક "