માનવે માનવે માનવતા હોતી નથી.
દરેકમાં વળી કૈં સરળતા હોતી નથી.
આકૃતિમાં હોય છે માનવ પ્રત્યેક,
બાકી પ્રકૃતિમાં સમાનતા હોતી નથી.
અહંનો આંચળો ઓઢીને જીવે છે,
પણ વ્યવહારમાં સુગમતા હોતી નથી.
સહેલું છે દેવ થવાનું સહુ કોઈએ,
માનવ બનવામાં અનુકૂળતા હોતી નથી.
મકસદ માનવ થૈને જીવવાનો સદા,
એમાં આચરણે વ્યાકુળતા હોતી નથી.
ચૈતન્ય ચંદુલાલ જોષી. " દીપક "