"એને શું કહેવાય"
સૂર્યના તાપ થી ચામડી તતડે,
એને "સન બર્ન " કહેવાય,
કોઈ ના વ્યવહારથી દિલ તતડે,
એને શું કહેવાય?
મજાના આવે ને મૂડ બગડે,
એને "મૂડ ઓફ " કહેવાય,
પણ કોઈ ના લીધે મન ઉદાસ થાય,
એને શું કહેવાય?
કોઈ ની સાથે સંબંધ વિચ્છેદાય,
એને "બ્રેક અપ" કહેવાય,
પણ મિત્રોના સબંધ બગડે,
એને શું કહેવાય?
એ પણ સમજે, તમે પણ સમજો,
એને "કોમ્પ્રોમાઈઝ" કહેવાય,
પણ સમજીને ના સમજે,
એને શું કહેવાય?
શુભકામમાં ચોઘડિયું જુઓ,
એને "મુર્હુત" કહેવાય,
પણ નારાજ થવા માં સંબંધ પણ ના દેખાય,
એને શું કહેવાય?
દિલ થી નીભાવે દોસ્તી,
એને "જીગરજાન " કહેવાય,
એ મિત્ર દોસ્તી તાેડવા ની શરુઆત કરે,
એને શું કહેવાય?