ચીરફાડમાં(medical) થોડોક પનો ટૂંકો પડ્યો ને પછી યાંત્રિકતા(engineering) માં અટવાયો. ..એટલે સહજ રીતે એ શબ્દો કોષના શબ્દોને મારી રચનામાં સમાવેશ કરીને મન મનાવી રહ્યો છુ
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે😅😜
ઊંચાનીચા પલ્સરેટ ને આ ઈ.સિ.જી સંતાડે છે
સ્ક્રીન જ્યારે એમને 'ઓનલાઇન' બતાડે છે.
બાકી, રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
પ્લેટલેટ પણ છે, એમની 'લાઈક્સ' ને ભરોશે
ઓછી આવે તો, એ કાઉન્ટ 'વધારે ગણાવે છે
બાકી, રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
હિમોગ્લોબીનમાં ય ક્યાં હામ હતી સાહેબ.!!
ઓફ્લાઈન થઈને એ જ તો બધા સેલ ઘટાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
એક્સ રે મા પણ વળી કઈક એવું જ લાગે છે.
ઘા દિલ નો છે ને ,તોય, હાડકા માં બતાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
કોલેસ્ટ્રોલ ને તો કોઈ કશું ય કહેશો જ નહિ
આ નળીઓ માં રુધિર એજ તો વહેવડાવે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
એન્જીઓગ્રાફી નું ખાસ કઈ ઉપજશે નહિ
સ્વાદ, આ દિલને એ રોજ નવા ચખાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
સોનોગ્રાફી આમ, તો ઘણી સુંદર થઈ છે. તોય
સિમ્પ્ટમ અવ નવા કંઇક અચરજ પમાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
મીઠાશ આ એમના હોઠો ની ઉછીની લીધી
ડાયાબિટીસ ચારસો ને પાર પહોંચાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
કોમેંટ્સ ય એમની તો હવે કામ નહિ આવે
મેટાબોલિઝ્મ અમારું એ જ તો બગાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે
નરેશ ગજ્જર