કોણ છે તું ?
એ પ્રશ્નનો જવાબ જ્યારે મારી અંદર જ શોધવા બેસું ત્યારે જવાબનું ઘણું જ લાબું લિસ્ટ મારી આગળ આવી જાય...
મારા અસ્તિત્વની ઓળખ..
મારી અંદર ધબકતું હૃદય...
મારી એક આગવી ઓળખ...
મારી એ ક્ષણ જેને દુનિયા સામે બતાવી નથી શકતો પરંતુ એકલતામાં પણ મને ખુશી આપનાર..
જેના માટે મારી ઇચ્છાઓ તો અઢળક છે પરંતુ એ ઈચ્છાઓ પૂર્ણ કરવામાં કોઈ સ્વાર્થ નથી,
મને અંધકારમાંથી બહાર લાવનાર એક નવો ઉજાસ,
જે ફક્ત અને ફક્ત મારી જ છે પરંતુ હું એને મારી કહી શકતો નથી એ વેદના...
અને આવા તો કેટલાય જવાબો આંખો સામે આવીને ખડા થઈ જાય,....
પરંતુ અંતે તો બસ એક જ.. "મારા માટે તું અને તારા માટે હું"
જીવનની દરેક ક્ષણે હું તારી સાથે હોઈશ...🤗🤗🤗
#કેપ્ટન @શ્યામ